અંકલેશ્વર : વન સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયકલિસ્ટોનો પ્રયાસ, યોજી 53 કિમીની સાયકલ યાત્રા...

દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Update: 2023-03-21 06:55 GMT

આજે તા. 21મી માર્ચ એટલે વિશ્વ વન સંરક્ષણ દિવસ, ત્યારે આજના દિવસે લોકોમાં વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ લોકો વુક્ષોનું જતન કરે તેવા આશય સાથે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ દ્વારા 53 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે 21મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે, ત્યારે આજે 53માં વિશ્વ વન સંરક્ષણ દિવસ નિમિત્તે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 53 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા તથા વધુમાં વધુ લોકો વુક્ષોનું જતન કરે, જેનાથી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળી રહે. એટલું જ નહીં, સૌકોઈએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.

Tags:    

Similar News