અંકલેશ્વર: શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માઈ ભક્તો રવાના થયા

અંકલેશ્વરના જુના દીવા અને મુલદ ગામના ૧૫૦ જેટલા માઈ ભક્તોનો સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે જવા રવાના થયા છે

Update: 2022-08-28 09:36 GMT

અંકલેશ્વરના જુના દીવા અને મુલદ ગામના ૧૫૦ જેટલા માઈ ભક્તોનો સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે જવા રવાના થયા છે.

છેલ્લા ૨૩ વર્ષથી અંકલેશ્વરના જુના દીવા ગામના માઈ ભક્તોનો સંઘ પદયાત્રા થકી શક્તિપીઠ અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમના મેળામાં સામીલ થાય છે પરંતુ કોરોના કાળને પગલે બે વર્ષ સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા પદયાત્રી અને મેળાનું આયોજન બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો જેને પગલે મેળો યોજાયો ન હતો હાલ કોરોનાના બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતા અંકલેશ્વરના જુના દીવા ગામના પદયાત્રી સંઘ માતાજીના મંદિરે જવા રવાના થયો છે જે પદયાત્રા સંઘમાં મુલદ ગામના અન્ય પદયાત્રીઓ મળી ૧૫૦ જેટલા પદયાત્રીઓ માતાજીના રથ સાથે નીકળ્યા છે જેઓ પદયાત્રા થકી ૧૧મા દિવસે અંબાજી પહોંચી મંદિર ખાતે યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે.

Tags:    

Similar News