અંકલેશ્વર: GIDC પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમોની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

Update: 2022-09-28 07:33 GMT

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો કોસમડી ગામના ખાડી ફળિયા ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બંને ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી બંનેની પૂછપરછ કરતા તેઓએ ૧૧ મહિલા પહેલા જી.આઈ.ડી.સી.પોલીસ મથકની હદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે કોસમડી ગામના ખાડી ફળિયામાં રહેતો સુરેશ વેચાણ વસાવા અને જયકિશન છના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News