અંકલેશ્વર:જીઆઈડીસી પોલીસે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા,રૂ. 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Update: 2023-12-25 06:45 GMT

ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં આવેલ કનોરીયા કંપની પાસે ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીયાઓને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે આપેલ સુચનાને આધારે ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરીયા કંપની સામે આવેલ બાવળની ઝાડીમાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા અને સાત ફોન મળી કુલ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગારી સંજય ગોપાલ તિવારી,પ્રદીપ રામસુહામન ત્રિપાઠી,પ્રિન્સકુમાર નંદલાલ સોની અને અબ્દુલ વાહીદ મોહમ્મદ રઝાક અન્સારી,વિજયકુમાર રામચંદ્રપ્રસાદ ગુપ્તા,પ્રતાપ જગનુ ગૌતમ તેમજ છઠ્ઠું ગરભુગીસુ મંડલને ઝડપી પાડ્યો હતો.

Tags:    

Similar News