અંકલેશ્વર : પોતાની જ દિકરી સાથે છેલ્લા 1 વર્ષથી આચરતો હતો દુષ્કર્મ, પોલીસે કરી હવસખોર બાપની ધરપકડ..!

તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગા બાપને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-03-20 10:24 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગા બાપને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2 પત્નીઓના નિધન બાદ હેવાન બનેલ પિતા પોતાની જ સગીર વયની દિકરી સાથે હવસ સંતોષતો હોવાનો શર્મનાક કિસ્સો અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી નરાધમ પિતા પોતાની સગી દીકરીને હવસનો શિકાર બનાવતો હતો, અને કોઈને પણ આ વાતની જાણ કરશે તો સગીરાને મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ અચરતો હતો. પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના ભાઈને જાણ કરી હતી. જે બાદ હિંમત કરી બન્નેએ પોતાની મામીને વાત જણાવી હતી, ત્યારે સંબંધીઓ સામે વાત આવતા જ તેઓએ પિતા પર ફિટકાર વરસાવ્યો હતો. આ અંગે સગીરાની બહેને તાલુકા પોલીસ મથક ખાતે નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ફરિયાદના આધારે પોલીસે કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં જ હવસખોર પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News