અંકલેશ્વર : નવા છાપરા ગામે કારમાં ભરેલો રૂ. 96 હજારથી વધુનો દારૂ જપ્ત, આરોપી વોન્ટેડ…

એલસીબી પોલીસે નવા છાપરા ગામે પટેલ ફળિયામાં રહેલી કારમાંથી રૂ. 96 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

Update: 2023-03-16 09:02 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એલસીબી પોલીસે નવા છાપરા ગામે પટેલ ફળિયામાં રહેલી કારમાંથી રૂ. 96 હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ નવા છાપરા ગામે પટેલ ફળીયામાં પાર્ક કરેલી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જેના જથ્થાને ઝડપી લેવામાં LCB પોલીસને સફળતા મળી છે. અંકલેશ્વર એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, છાપરા ગામે રહેતો ઈસમ તેમની સિલ્વર કલરની અલ્ટો નંબર GJ-16-AA-5831 કારમાં દારૂનો જથ્થો ભરીને નવા છાપરા ગામે પટેલ ફળિયામાં ખુલ્લી જગ્યામાં કવર ઢાંકી મુકી રાખ્યો છે, ત્યારે બાતમીના આધારે LCB પોલીસે સ્થળ પર તાત્કાલિક રેડ કરી હતી. જેમાં રૂ. 96 હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા તેમજ કાર જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ આરોપી ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News