અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક ફરી એકવાર એંગલ લગાવી વાહનવ્યવહાર રોકવાની સ્થાનિકોની ચીમકી,જુઓ શું છે સમસ્યા

અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી

Update: 2022-02-27 05:36 GMT

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ની વિવિધ કંપનીઓને જોડાતા બિસ્માર માર્ગને પગલે હેરાન પરેશાન થઈ ગયેલા રચના નગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે 

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે જે માર્ગને લઈ અગાઉ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવી મુખ્ય માર્ગ ઉપર એંગલો લગાવી ભારદાર વાહનો માટે બંધ કરી દીધી હતો જેને પગલે તાત્કાલિક દોડી આવેલ નોટિફાઇડ ઓથોરીટી દ્વારા સ્થાનિકોએ હયાધારણા સાથે આશ્વાસન આપી વહેલી તકે માર્ગ બનાવવાની ખાતરી આપી હતી જે બાદ અનેક રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિકો ડસ્ટથી હેરાન પરેશાન બન્યા છે આજરોજ સ્થાનિકોએ વિરોધ નોંધાવી અન્ય માર્ગો નોટિફાઇડ ઓથોરીટી દ્વારા એંગલ લગાવી મોટા વાહનો માટે બંધ કર્યા છે તે રીતે આ માર્ગને પણ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો માંગ ન સ્વીકારાય તો જાતે જ એંગલ લગાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Tags:    

Similar News