અંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી, આરોપી રાજસ્થાનથી ઝડપાયો...

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા 2.70 લાખની છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

Update: 2022-05-19 12:04 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા 2.70 લાખની છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની વેલ્ફેર હોસ્પિટલ સામે રહેતા કાલીયા મઈલા નીનામા પાનોલી જીઆઈડીસીની મેઘમણી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે. જેઓના કોન્ટ્રાક્ટમાં રસોઈયા તરીકે કામ કરતા દિલીપ હકરુ નીનામાએ ગત તારીખ 08/09/2021 રોજ પોતાના ઘરે રૂપિયાની જરૂર હોવાથી થોડા દિવસ માટે આપવા સાથે રસોઈયો અને મજૂરો પુરા પડીશ તેમ કહી રૂપિયા 2.70 લાખ લઇ પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો હતો. જે બાદ કાલીયા મઈલા નીનામા તેના વતન રૂપિયા લેવા ગયા હતા. તે વેળા દિલીપ નીનામાએ રૂપિયા વાપરી નાખ્યા છે અને રૂપિયા ન હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે છેતરપીંડી અંગે ગુનો નોંધી આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News