અંકલેશ્વર : સીઝનના પહેલા જ વરસાદમાં સર્જાય દુર્ઘટના, હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે મોત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Update: 2023-06-04 08:16 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર વૃક્ષ પડતાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યના અનેક જિલ્લામાં પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ, અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા વરસાદમાં જ એક દુર્ઘટના સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર રાહદારી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108 ઈમરજન્સીની ટીમ સહિત અંકલેશ્વર પાલિકાની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News