અંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા વૃક્ષારોપણ, તો ભવ્ય બાઇક રેલી પણ નીકળી

શહેર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જવાહર બાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-08-09 10:33 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જવાહર બાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

હાલના સમયે ભયજનક પ્રદૂષણને નાથવા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જોકે, એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ, ત્યારે દેશભરમાં વૃક્ષારોપણના કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. "વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો"ના સૂત્રને સાર્થક કરવા સરકાર અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી છે. પર્યાવરણની સમતુલા જળવાઇ રહે તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જવાહર બાગ નજીક આવેલ સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી સભ્ય સંદીપ પટેલ, અનિલ પટેલ, સુધીર ગુપ્તા, નિલેશ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણની સાથે સાથે ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી અંકલેશ્વર શહેરના ભરૂચી નાકાથી પ્રસ્થાન થઈ ત્રણ રસ્તા સર્કલથી રેલ્વે સ્ટેશન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ બાઇક રેલી દરમ્યાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News