ભરૂચ: રાજપરડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં 10 વિદ્યાર્થીઓની અચાનક તબિયત લથડી,સારવાર અર્થે ખસેડાયા

ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં એક સાથે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Update: 2023-08-24 11:52 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિરમાં એક સાથે 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

ભરૂચ જિલ્લાના ઝઘડીયાના રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં આજરોજ અભ્યાસ કાર્ય ચાલી રહયું હતું ત્યારે પ્રથમ 3થી4 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. તેઓને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી હતી આ દરમ્યાન અન્ય વિદ્યાર્થીઓએ પણ ગભરામણ થવાની ફરિયાદ કરી હતી. એક પછી એક 10થી વધુ વિદ્યાર્થીઓએ આ અંગેની ફરિયાદ કરતા તેઓને પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાર બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ શાળાના સંચાલકો દોડતા થઈ ગયા હતા. આ અંગેની જાણ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીને કરવામાં આવતા અધિકારીઓએ આ બાબતે તપાસ શરૂ કરી છે. એક સાથે 10 વિદ્યાર્થીઓની તબિયત કેમ લથડી એ બાબતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. વધુ વિગતો ડોક્ટરના મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે

Tags:    

Similar News