ભરૂચ: 108 ઈમરજન્સી સેવાને 3 દિવસમાં 265 કેસ મળ્યા, કર્મચારીઓએ ખડેપગે બજાવી ફરજ

108 ઇમર્જન્સી સેવા સતત 24 કલાક કાર્યરત રહે છે.દિવાળી જેવા મોટા તહેવારમા જયારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દિવાળીના

Update: 2021-11-07 12:21 GMT

108 ઇમર્જન્સી સેવા સતત 24 કલાક કાર્યરત રહે છે.દિવાળી જેવા મોટા તહેવારમા જયારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવે છે ત્યારે 108 ના બધા કર્મચારીઓએ ફરજ પર હાજર રહી ફરજ ના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળી ના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસો દરમ્યાન ઈમરજન્સી કેસમાં પણ વધારો થતો હોય છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ આવાજ આંકડા બહાર આવ્યા છે. દિવાળી,નુતન વર્ષ અને ભાઈબીજ આમ 3 દિવસ દરમ્યાન ભરૂચ 108ને 265 કોલ મળ્યા હતા જેમાં દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સબ ટાઈપ કક્ષાના 23 કોલ મળ્યા હતા ત્યારે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ ખડેપગે હાજર રહી લોકોની સેવા કરી હતી અને દર્દીઓને સારી આરોગ્યપ્રદ સુવિધા મળી રહે એ માટે પ્રયાસો કર્યા હતા

Tags:    

Similar News