ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પરથી રૂ.10 લાખથી વધુના ટાયર અને ટ્યુબની ચોરીના મામલામાં 3 આરોપી ઝડપાયા

અંકલેશ્વર નજીક હાઇવે પરથી રૂ.10 લાખથી વધુના ટાયર અને ટ્યુબની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી.

Update: 2022-02-27 08:27 GMT

અંકલેશ્વર નજીક હાઇવે પરથી રૂ.10 લાખથી વધુના ટાયર અને ટ્યુબની ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલામાં પોલીસે કન્ટેનરના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ મામલામાં પોલીસે ચોરીનો મુદ્દામાલ ખરીદનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે

ઉત્તરપ્રદેશના મોઉઆજમાં રહેતો ટ્રક ચાલક રમેશલાલ યાદવ અને ક્લીનર ગત તારીખ-25મી જાન્યુઆરીના રોજ બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર-એમ.એચ.43.બી.જી.2278 લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલ એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર અને ટ્યુબ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યો હતો તે દરમિયાન ગત તારીખ-31મી જાન્યુઆરીના રોજ ટ્રાન્સપોર્ટની હેડ ઓફિસથી આશિષ શર્માએ સુરત ટ્રાન્સપોર્ટની ઓફિસના કર્મચારી શરદ શશિકાંત મિશ્રાને ફોન કરી ટ્રક બલેશ્વર ખાતે આવેલ સહયોગ હોટલમાં હોવાનું સાથે ચાલકનો ફોન સ્વિચ આવતા શરદ શશિકાંત મિશ્રાને તપાસ કરવાનું કહેતા તેઓએ બલેશ્વરને ત્યારબાદ કામરેજ ટોલનાકા પાસે તપાસ કરતાં 30મી જાન્યુઆરીએ ટ્રક પસાર થઈ હોવાનું માલૂમ પડ્યું હતું

જેઑએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા સુધી તપાસ કરી હતી જે અંકલેશ્વર આગળ નહીં ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું જે બાદ કર્મચારીને ટ્રક અંકલેશ્વરની સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલ તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું જે અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સુરતમાં રહેતા મુકેશ વણઝારા,શંકર વણઝારા અને લાખા વણઝારાની ધરપકડ કરી છે અને તેઓ પાસેથી 80 ટકા જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે મુખ્ય આરોપી એવા ટ્રક ચાલક અને ક્લીનર હજુ પોલીસ પકડથી દૂર છે

Tags:    

Similar News