ભરૂચ : ઝઘડીયાના વંઠેવાડ ગામેથી શંકાસ્પદ SSના વાલ્વ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ

વંઠેવાડ ગામેથી રૂ. 20 હજારની કિંમતના સ્ટીલના 4 વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Update: 2024-01-12 11:04 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વંઠેવાડ ગામેથી રૂ. 20 હજારની કિંમતના સ્ટીલના 4 વાલ્વ સાથે એક પરપ્રાંતીય ભંગારીયાને પેરોલ ફલો સ્ક્વોર્ડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા જીઆઇડીસીની આસપાસના સેલોદ, વખતપુરા, તલોદરા, રંડેરી, દધેડા, કપલસાડી, ફૂલવાડી જેવા ગામોમાં ગેરકાયદેસર રીતે ભંગારનો ધંધો કરનાર પરપ્રાંતીય ભંગારીયાઓ જવાબદાર પોલીસ અધિકારીઓના રહેમ નજર હેઠળ ચોરીના સામાન ખરીદવાનો ધંધો કરી રહ્યા છે. જેના પગલે બિલાડીની ટોપની જેમ ભંગાર ચોરતી ટોળકીઓ સક્રિય થઈ છે. આ સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અપાયેલ સૂચનાના સંદર્ભમાં પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, ભંગારનો વેપાર કરતા એક ઈસમ જેની ભંગારની દુકાનમાં શંકાસ્પદ એસએસના વાલ્વ જેનો ઉપયોગ જીઆઇડીસી કંપનીઓમાં કરવામાં આવે છે, તે વાલ્વ તેની દુકાનમાં સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે વંઠેવાડ ખાતે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડી ભંગારની દુકાનમાં છાપો મારતા શંકાસ્પદ એસએસના વાલ્વ 4 નંગ જેની કિંમત રૂપિયા 20 હજાર સાથે મૂળ હરિયાણા ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News