ભરૂચ:AIMIM દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, બિલકિસ બાનું કેસના આરોપીઓને ફરી જેલમાં ધકેલવાની માંગ

બીલ્કીશબાનુને ન્યાય અપાવવા આવેની માંગ સાથેનું ભરૂચ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું.

Update: 2022-08-25 12:09 GMT

ભરૂચ જિલ્લા AIMIM દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડીયા મજલીસ - એ - ઇત્તેહાદુલ મુસ્લીમીન દ્વારા ગુજરાત સરકાર પર આક્ષેપ સાથે જણાવામાં આવ્યું છે કે ગુજરાત રમખાણોમાં બનેલા ઘટના દરમિયાન ગર્ભવતી બિલ્કેશબાનુ ઉપર 11 નરાધમો દ્વારા બળાત્કાર કરી તેના પરિવારના સાત વ્યક્તિઓ પૈકી એક ૩ વર્ષની માસુમ પુત્રીની હત્યા કરવામાં આવી હતી અને આઝાદ ભારતના 75મી વર્ષ ગાંઠે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા ઘર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું..


ત્યારે બિલકીશ બાનુને નર્ક સ્વરૂપ સ્થિતિમાં મૂકનાર 11 આરોપીઓને બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં કોર્ટ દ્વારા આજીવન સખત કારાવાશની સજા આપવામાં આવી હતી તેઓને 15 મી ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે.જેથી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આ તમામ 11 દોષીઓની ધરપકડ કરી ફરીથી જેલમાં મોકલી બીલ્કીશબાનુને ન્યાય અપાવવા આવેની માંગ સાથેનું ભરૂચ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું.

Tags:    

Similar News