ભરૂચ: આમોદ પોલીસે મોરબીમાં મહિલાની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડ્યો, ગુનાને અંજામ આપ્યા બાદથી હતો ફરાર

Update: 2021-09-01 12:37 GMT

આમોદ પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે આમોદ તાલુકાના અડવાળા ગામના ચાર રસ્તા પાસે અંધારામાં શંકાસ્પદ હાલતમાં એક યુવતી અને ઈસમ બેઠા હતા.જેઓએ સંતોષકારક જવાબના આપતાં આમોદ પોલીસ બંનેને આમોદ પોલીસ મથકે લઈ આવી હતી. ત્યાર બાદ શંકાસ્પદ ઈસમ ભુપત વડેચા રહે. ઝીઝુવાડા જી.સુરેન્દ્રનગરની કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ જે બાબતે ખરાઈ કરતા ઇ-ગુજકોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતાં ભુપતવડેચા વિરુધ્ધ મોરબી જિલ્લાના માળીયામિયાણાં પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયો હતો જે ત્યાર બાદ નાસતો ફરતો હતો. જેણે ૧૪ ઓગષ્ટના રોજ મોરબી જિલ્લાના ખાખરેચી ગામની સીમમાં જીતુ જાડેજાના ખેતરમાં કામ કરતાં શારદા વસાવાની હત્યા કરી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી. આમોદ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News