ભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં કાર્યવાહીની માંગ સાથે કલેકટને આવેદન

કુકરવાડા મા બે દિકરા તથા એક દિકરી સાથે રહેતી અને સાફ સફાઇની નોકરી કરી ગુજરાન ચલાવતી વિધવાએ ગામમાં રેહતા સરપંચના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Update: 2022-07-04 12:35 GMT

ભરૂચના કુકરવાડા મા બે દિકરા તથા એક દિકરી સાથે રહેતી અને સાફ સફાઇની નોકરી કરી ગુજરાન ચલાવતી વિધવાએ ગામમાં રેહતા સરપંચના ભાઈ ઉમેશ માછી પટેલ સામે ઘરમાં આવીને દુષ્કર્મ આચરવાના પ્રયાસ કરી અને જાતિ વાચક અપ શબ્દો કહેવા તેમજ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભરૂચ રૂરલ મક્તમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘણો સમય વીતી ગયેલ હોવા છતા પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી અને આરોપીની ધરપકડ પણ કરી નથી . જેથી આરોપી અને તેના કુટુંબીજનો ,ભાઇઓ તથા મિત્રો વારંવાર ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપતા હોવાના આક્ષેપ કરી બીટી એસ મહિલા મોરચા દ્વારા વિધવા મહિલાના સમર્થનમાં આગળ આવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા હુકમ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News