ભરૂચ : ઉનાળાના પ્રારંભે નેત્રંગના શણકોઈ ગામમાં પાણીનો પોકાર, ખેડૂતો અને સ્થાનિકોના પાણી માટે વલખા...

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા સાથે તાલુકાવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે.

Update: 2023-05-15 10:23 GMT

ઉનાળાના પ્રારંભે જ હવે રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં પાણીની બૂમો ઉઠી છે, ત્યારે ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં ખેડૂતો અને સ્થાનિકો પીવાના તેમજ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે.

ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા સાથે તાલુકાવાસીઓ વરસાદ આધારિત ખેતી કરે છે. જેના પગલે ઉનાળાના સમયે તાલુકામાં ચેકડેમ સહિત ભૂગર્ભ જળ સ્તર નીચે ઉતરી જવાથી અહી પાણીની વિકટ સમસ્યા ઉદભવે છે. હાલ મેં માસ ચાલી રહ્યો છે, તેવામાં હજી દોઢેક મહિના વરસાદની જોવાતી રાહ વચ્ચે શણકોઈ ગામમાં પાણીની સમસ્યા ઉદભવી છે. ગ્રામજનો પીવા તેમજ વપરાશના પાણીને લઈ હેરાન પરેશાન બન્યા છે. તો ખેડૂતો સિંચાઈના પાણીને લઈ પોતાનો પાક બચાવવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પાણીની માંગણી અને લાગણીને અનદેખી થતી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, ત્યારે ગ્રામજનો અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પાણી પુરવઠાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News