ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો છે.

Update: 2022-01-12 08:28 GMT

ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો છે. ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે કિસાન મોરચાના આગેવાનો અને કાર્યકરોએ મૌન ધરણા કર્યા હતાં.

પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મિનિટ સુધી અટવાયેલો રહયો હતો. આ ઘટનાને ભાજપ મુદ્દો બનાવી દેશભરમાં મૌન ધરણા કરી રહી છે. આજરોજ ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે ભરૂચ જિલ્લા કિસાન મોરચાના ઉપક્રમે મૌન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાળા માસ્ક પહેરીને આવેલાં આગેવાનો અને કાર્યકરોએ મૌન ધરણા કર્યા હતાં. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

Tags:    

Similar News