ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Update: 2023-06-05 07:26 GMT

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચમાં કોર્ટ સંકુલ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

વિશ્વ પર્યાવરણ દિન અને વિશ્વ સાયકલ દિનની ઉજવણી અંતર્ગત ભરૃચ જિલ્લા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા ન્યાયાલય પરિસર ભરૂચથી સાયકલ રેલીને કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી સહિત અન્ય હોદ્દેદારોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.રેલીમાં પર્યાવરણ જાગૃતિના વિવિધ બેનરો સાથે ન્યાયાલય અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ, વિવિધ સાયકલીસ્ટ ગ્રુપના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ રેલી શકિતનાથથી સિવિલ રોડ થઈ સ્ટેશનથી ભૃગુઋષિના બ્રિજ થઈ પરત ન્યાયાલય સંકુલ ખાતે આવતા સમાપન પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News