ભરૂચ : લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલના ભૂલકાઓએ ક્લોથ બેગનું વિતરણ કરી સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરી

Update: 2022-08-15 14:22 GMT

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલ દ્વારા 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.


ભારત રાષ્ટ્ર તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે. દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાને સારો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલ દ્વારા સ્વાતંત્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલના નર્સરી, સિનિયર કેજી અને જુનિયર કેજીના વિદ્યાર્થીઓએ સમાજમાં પ્લાસ્ટિકના વપરાશ ઉપર અંકુશ આવે તે અર્થે નાગરિકોમાં ક્લોથ બેગનું વિતરણ કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. શાળાના નાના ભૂલકાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને આશરે 275 જેટલી કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે લિટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ લીમચીયા, કલ્પેશ પટેલ અને CLO હેતલબેન તથા શાળા પરિવારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

Tags:    

Similar News