ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટને ખુલ્લો મુકાયો

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું નિર્માણ, ડી.સી.એમ શ્રી રામ કંપની દ્વારા પ્લાન્ટનું નિર્માણ કરાયું.

Update: 2021-07-03 12:50 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડી.સી.એમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઝગડિયા ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા ચાર oxygen generator પ્લાન્ટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતપટેલ, જિલ્લા કલેક્ટર ડો. એમ. ડી. મોડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ડીડીઓ યોગેશ ચૌધરી તથા ડીસીએમ શ્રીરામ લી. ના પ્રમુખ બી એમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કંપની દ્વારા જિલ્લા માં ૧.૨૫ કરોડ ના ખર્ચે અંકલેશ્વર ખાતે ૨ અને ભરૂચ ખાતે ૪ oxygen generator આપ્યા છે. આ ઉપરાંત કોરોનાકાળ માં PM ફંડ માં રૂ. ૧૫ કરોડ ની સહાયતા આપવામાં આવી છે કંપનીની કામગીરીને ઉપસ્થિતોએ બિરદાવી હતી.

Tags:    

Similar News