ભરૂચ: 9 ડિગ્રી તાપમાન સાથે આજે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો, લોકો ઠંડીમાં ઠૂંઠવાયા

જીલ્લામાં આજે 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

Update: 2023-01-17 08:31 GMT

ભરૂચ જીલ્લામાં આજે 9 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. કાતિલ ઠંડીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

ભરૂચ શહેરમાં તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો જાન્યુઆરી મહિનાથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં આઠ થી 16 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી જતા લોકો શીત લહેર જેવો અનુભવ કરી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠેર છે તાપણા સળગાવીને રક્ષણ મેળવી રહ્યા છે. લોકો ગરમ વસ્ત્રો પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવાનોના કારણે ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે.

Tags:    

Similar News