ભરૂચ: ધર્મપરિવર્તન કેસમાં ઝડપાયેલ 4 આરોપીઓના કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજુર

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે.

Update: 2021-11-17 16:20 GMT

ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના 37 પરિવારના 130 જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં DYSP કક્ષાએ તપાસ ચાલી રહી છે. ધર્માંતરણમાં સંડોવાયેલા 9 આરોપીઓ પૈકી 4ને પોલીસની ટીમોએ ઝડપી પાડ્યાં છે. પોલીસે રિમાન્ડ માટે 5 પાનાનો રિપોર્ટ રજૂ કરતા કોર્ટે 4 આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.આ સાથે જ આરોપીઓની તસ્વીર પણ સામે આવી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે. સાથે જ હાલના 9 આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો હાલ વિષય છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News