ભરૂચ : ખેડુતોને "પ્રદુષણ"નો મરણતોલ ફટકો, વળતરની માંગ સાથે કોંગ્રેસનું આવેદન

ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.

Update: 2021-08-13 12:32 GMT

ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે. હવા પ્રદુષણથી જે ખેડુતોના પાકને નુકશાન થયું છે તેવા ખેડુતોને રાજય સરકાર વળતર ચુકવે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે...

ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક દ્રષ્ટિએ ભલે વિશ્વ ફલક પર નામના મેળવી હોય પણ ઔદ્યોગિક વિકાસની કાળી બાજુ પણ હવે લોકો સમક્ષ આવી છે. જિલ્લામાં ફેલાયેલા હવા પ્રદુષણના કારણે ખેતીના પાકને નુકશાન થઇ રહયું છે. ખાસ કરીને કપાસના પાકમાં વિકૃતિ આવી જતાં ખેડુતોને ખેતરોમાં વાવેતર કરેલો પાક ઉખેડી નાંખવાની ફરજ પડી છે. પાકને નુકશાન બાબતે હોબાળો મચ્યાં બાદ તજજ્ઞોની ટીમે અસરગ્રસ્ત ખેડુતોના ખેતરોમાં જઇને તપાસ કરી હતી. પ્રથમ તબકકે હવા કેમિકલની હાજરીના કારણે પાકમાં વિકૃતિ આવી હોવાનું બહાર આવ્યું છે. તપાસ ટીમે હવામાં ફીનોકસી કંપાઉન્ડની હાજરીની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા સહિત શેરખાન પઠાણ, નાઝુ ફડવાલા, સંદિપ માંગરોલા, શમશાદઅલી સૈયદ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર આપી અસરગ્રસ્ત ખેડુતોને થયેલા નુકશાન બદલ વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી છે...

Tags:    

Similar News