ભરૂચ : વિજ પુરવઠામાં સમાનતા લાવવા ભારતીય કિસાન સંઘની માંગ, કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદન પત્ર...

ભારતીય કીસાન સંઘ દ્વારા મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે

Update: 2022-07-04 12:19 GMT

ભારતીય કીસાન સંઘ દ્વારા મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા સહિત સ્થાનીક ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભારતીય કીસાન સંઘ દ્વારા મીટર આધારીત વિજદરને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર જિલ્લા કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બંન્નેના વિજદરમાં તફાવત છે. જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે, ત્યારે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી જ વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને કિસાન સર્વોદય યોજનાનો સમગ્ર ગુજરાત,આ પણ અમલ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો જેવા કે, જીલ્લાની જંત્રીમાં ફેરફાર લાવી વધારો કરી હાલ ભરૂચ જીલ્લામાંથી પસાર થનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થયેલ જમીન સંપાદનમાં સુરત તથા વડોદરા જિલ્લામાં જે પ્રમાણે ત્યાંના ખેડૂતોને જે રકમ ચૂકવાય છે, તે પ્રમાણે ભરૂચ જીલ્લાના ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ. ભરૂચ જીલ્લામાં દિલ્હી-મુંબઇ એક્સ્પ્રેસ હાઇવે તથા બુલેટ ટ્રેન તેમજ કેનાલ અને ઓ.એન.જી.સી.ની લાઇન તેમજ પેટ્રોલ (ડ્રીલીંગ) સંશોધન કરતા તેમાં બગડતી જમીનને થતું નુકશાન સહિત ઉભા પાક તેમજ નુકશાની ભરપાઇ કરવા સહિતના વિવધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

Tags:    

Similar News