ભરૂચ : સ્વાતંત્ર્ય સેનાની પ્રત્યે જિલ્લા કલેક્ટરની અનોખી સંવેદના, સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી બહુમાન કરાયું...

દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અનોખી સંવેદના પ્રગટ કરી

Update: 2022-08-13 14:29 GMT

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના નિવાસસ્થાને જઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી સુત્તરની આટી પહેરાવીને શાલ ઓઢાડી સ્વાતંત્ર્ય સેનાનીનું બહુમાન કર્યું હતું.


દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અનોખી સંવેદના પ્રગટ કરી હતી. ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ કૈસુરમામાના ચકલામાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદાર ઘરે જઈને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.


આ સાથે જ સુત્તરની આટી પહેરાવી તથા શાલ ઓઢાડી સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારનું વિશેષ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News