ભરૂચ: જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારી મંડળનું વિરોધ પ્રદર્શન, શક્તિનાથ ખાતે ધરણા યોજાયા

કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ભરૂચના શક્તિનાથ ખાતે રેલી અને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

Update: 2022-04-17 06:57 GMT

કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ભરૂચના શક્તિનાથ ખાતે રેલી અને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી સંધ દ્વારા જૂની પેન્શન યોજના યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે આજે ભરુચ જિલ્લા સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી સરકારની નીતિઓનોવિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કર્મચારીઓની જુની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના અમલી કરવામાં આવી છે.જેનો પેન્શનર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શીત કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અને સરકાર જુની પેન્શન યોજના યથાવત રાખે તેવી સમગ્ર રાજયના કર્મચારી સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ સરકારી કર્મચારી મંડળ દ્વારા ભરૂચ સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કરી સરકારની નીતિ સામે સૂત્રોચાર, રેલી કાઢી શક્તિનાથ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News