ભરૂચ : સેવા રૂરલ ઝઘડીયા અને UPL કંપનીના સહયોગથી ફુલવાડી-દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવા રૂરલ અને UPL કંપનીના સહયોગથી ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો.

Update: 2022-02-21 04:57 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવા રૂરલ અને UPL કંપનીના સહયોગથી ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિઓટ રહ્યા હતા.

ઝઘડીયા GIDCમાં આવેલ UPL કંપની દ્વારા તાલુકાના ફુલવાડી તથા દધેડા ગામે આંખ નિદાન કેમ્પનું આયોજન સેવા રૂરલ ઝઘડીયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફૂલવાડી, કપલસાડી, બોરીદ્રા, દધેડા, સરદારપુરા, ઉટીયા અને ખરચી સહિતના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આંખ નિદાન કેમ્પમાં કુલ 488 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત 394 દર્દીઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 75 થી વધુ દર્દીઓને સર્જરી કરવાની જરૂર જણાતી હતી, જેમાં મોતિયા અને ઝામરના કેસ હતા. મોતિયા અને ઝામરની સારવાર ઝઘડીયા ખાતે કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ UPL કંપની દ્વારા ચૂકવવામાં આવશે.

Tags:    

Similar News