ભરૂચ: ઇખર ગામે સસલાનો શિકાર કરનાર 7 લોકોને વન વિભાગે રૂ.1.75 લાખનો દંડ ફટકાર્યો

આમોદ સામાજિક વનીકરણ રેન્જ નો સ્ટાફ ગત રોજ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતો

Update: 2022-10-02 07:29 GMT

આમોદ સામાજિક વનીકરણ રેન્જ નો સ્ટાફ ગત રોજ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતો ત્યારે આમોદ તાલુકાના ઇખર ગામે બે સસલાનો શિકાર કરનાર ઇખર ગામના સાત આરોપી નામે ઝુલ્ફીકાર અસલમ કડીવાલા,આદિલ અહેમદ પટેલ,મહંમદ અબ્દુલ રઝાક સુણાસરા ,ઉઝેર અમ્માર મેમાયા,હમઝા અબ્બાસ ચૌધરી,આસીફ અહમદ મનભડ ,આકીબ ઉસ્માન પટેલ સાતેયને આમોદ વન વિભાગે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ તેમની પાસેથી છરો ચપ્પુ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા હતાં.ઉપરાંત એક આરોપી પાસેથી ૨૫૦૦૦ દંડ લેખે સાત લોકો પાસેથી કુલ ૧,૭૫,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.તેમજ કાયદાકીય કાર્યવાહી પણ ચાલુ હોવાનું આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું. આમોદ વન વિભાગના અધિકારીઓ બંને મૃત સસલાને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સરભાણ નર્સરીમાં અગ્નિસંસ્કાર કર્યા હતા

Tags:    

Similar News