ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો ગરીબ કલ્યાણ સંમેલન,વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાયા

રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.

Update: 2022-05-31 09:07 GMT

દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા-નિર્દેશાનુસાર દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે આજરોજ "ગરીબ કલ્યાણ સંમેલન"નું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં વડાપ્રધાન હિમાચલ પ્રદેશના શિમલાથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.

રાજ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજીત ૮,૦૦૦ જેટલા તેમજ તમામ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૪,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાજ્ય અને જિલ્લાના કાર્યક્રમનું રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે જોડાણ કર્યું હતું . ભરૂચ જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે રાજ્યના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલના અધ્યક્ષતામાં યોજી કેન્દ્ર સરકારની 13 ફ્લેગશીપ યોજના હેઠળ લાભાર્થીઓને ને લાભ આપ્યો હતો.આ પ્રસંગે ભરૂચ કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ઉપપ્રમુખ નીનાબેન યાદવ,તાલુકા પંચાયત પ્રમુખ,વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News