ભરૂચ: હિન્દુ રાષ્ટ્રીય સમાજ દ્વારા જંબુસરના લાલજીપુરા ખાતે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો

સમસ્ત હિન્દુ રાષ્ટ્રીય સમાજ દ્વારા જંબુસર તાલુકાના પીલુદરા લાલજીપુરા ખાતેના ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

Update: 2022-03-20 05:48 GMT

ભરૂચ જીલ્લા સમસ્ત હિન્દુ રાષ્ટ્રીય સમાજ દ્વારા જંબુસર તાલુકાના પીલુદરા લાલજીપુરા ખાતેના ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સમાજના મહામંત્રી વિરસિંહબાપુ, સલાહકાર જયસિંહ પઢીયારની ઉપસ્થિતિમાં કરાયો હતો આ પ્રસંગે પિલુદ્રા સરપંચ બળવંતસિંહ રાઠોડ, કારેલી સરપંચ તુષારભાઈ પરમાર, ઉપસરપંચ મુકેશભાઈ પઢિયાર, તાલુકા પંચાયત સદસ્ય ગણપતભાઈ હાજર રહ્યાં હતાં. ટુર્નામેન્ટમાં વેડચ, પીલુદ્રા, કાવા, ત્રાલસા, અનોર, કારેલી, નહાર, ગજેરા ,જંબુસર સારોદ, પણિયાદરા, માલપુર, ઉચ્છદ, ઉબેરના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૨૭ તારીખે ફાઈનલ મેચ રમાશે વિજેતા ટીમને રોકડ ઇનામ અને ટ્રોફી મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવશે.

Tags:    

Similar News