ભરૂચ: દહેજ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું લોકાર્પણ,GFL કંપની દ્વારા પ્લાન્ટનું કરાયું નિર્માણ

દહેજની જીએફએલ કમ્પનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાયું હતું.

Update: 2022-04-13 10:14 GMT

દહેજની જીએફએલ કમ્પનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે તેનું ઉદ્દઘાટન કરાયું હતું.

દહેજમાં આવેલ એક માત્ર અદ્યતન હોસ્પિટલ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં જીએફએલ કમ્પનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા તેનો ઉદ્દઘાટન સમારોહ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભાજપના જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, એપીએમસીના ચેરમેન નાગજી ગોહિલ, વાઇસ ચેરમેન નરેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જીએફએલ કમ્પનીના યુનિટ હેડ સનત કુમાર અને નીરજ અગ્નિહોત્રી તથા એચ આર હેડ સુનિલભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Delete Edit

ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી આ પ્લાન્ટના પગલે હવે દર્દીઓને ઓક્સિજનની હાલાકી ભોગવવી નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યએ દહેજ વેલ્ફેર હોસ્પિટલને કાયમી ધોરણે ચાલુ રાખવા અપીલ પણ કરી હતી. 

Tags:    

Similar News