ભરૂચ: ઝઘડીયા તાલુકાના ભાલોદ તરસાલી, રાજપારડી અને ઉમલ્લા ખાતે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી

Update: 2023-07-29 12:16 GMT

સચ્ચાઈની લડાઈમાં શહીદ થયેલા હજરત ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ ધર્મમા મનાવાતા મહોરમ પર્વના તહેવાર નિમિત્તે આજરોજ ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં મહોરમ પર્વના તહેવારની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી.

ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી, વણાંકપોર, ઇન્દોર સહિત મુસ્લિમ વિસ્તારોમાં મોહરમ પર્વના તહેવાર નિમ્મીતે કરબલામાં શહીદ થયેલા હજરત ઇમામ હુસેનની યાદમા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવી તેની સ્થાપન કરી હતુ તાજીયાની ઊલ્લાસ ભેર સજાવટ કરવામાં આવી હતી.


નવી તરસાલી ભાલોદ ટેકરા, રૂઠં, કસ્બા, વણાકપોર જેવા દરેક વિસ્તારમાં તાજીયાનુ જુલુસ કઠવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા જુલુસમાં ખાસ સહીદોને સલામ તેમજ સહીદે કરબલાના નારા સાથે જુલુસમાં લોકો ભાલોદ નર્મદા નદી કિનારે તાજીયા લઈને પહોંચ્યા હતા તો રાજપારડી અને ઉમલ્લા તેમજ તરસાલી ખાતે આજના દિવસે ઠેર ઠેર સરબત, તેમજ ખાળી પીળી ની વસ્તુઓનું નાતજાતના ભેદભાવ વિના વિતરણ કરવામાં આવ્યું હતું મોહરમ ના પહેલા ચાદ થી ૧૦ મા ચાંદ સુધી તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં તકરીર ના કાર્યક્રમો યોજાયા હતા.ભાઈચારા થી મોહરમ પર્વ ની ઉજવણી સંપન્ન થઈ હતી

Tags:    

Similar News