ભરૂચ: ઝઘડિયાની વાલિયા ચોકડી નજીક સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન,સ્પીડ બ્રેકર બનાવવાની માંગ

ઝઘડિયા ખાતે ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનવાની માંગ સાથે મલ્ટીપલ ડેવલોપમેન્ડ સંસ્થા દ્વારા આવેદન પત્ર ઝઘડિયા મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગને પાઠવવવામાં આવ્યું હતું

Update: 2022-07-02 11:52 GMT

ભરૂચના ઝઘડિયા ખાતે ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનવાની માંગ સાથે મલ્ટીપલ ડેવલોપમેન્ડ સંસ્થા દ્વારા આવેદન પત્ર ઝઘડિયા મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગને પાઠવવવામાં આવ્યું હતું અને જો સ્પીડ બ્રેકર નહી મૂકવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરાશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ઝઘડીયા ચાર રસ્તા ખાતે ઘણા દિવસો વિતિ ગયા પછી પણ તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર નહી બનાવાતા આજે ઝઘડિયા નગરના યુવાનો દ્વારા ઝઘડીયા વાલીયા ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસ તંત્રની સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.આવનાર દિવસોમા સ્પીડ બ્રેકર નહી મૂકવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગરા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News