ભરૂચ:મેઘરાજાને સુંદર વસ્ત્રોથી શણગારાયા, મેઘઉત્સવની તડામાર તૈયારીઓ

250 કરતા વધુ વર્ષોથી ઉજવાય છે મેઘઉત્સવ.

Update: 2023-07-31 11:32 GMT

ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી શહેરના ભોઈ જ્ઞાતિ દ્વારા દ્વારા ઉજવાતા મેઘ ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે મેઘરાજાને સુંદર વાધાથી શુસોભિત કરવામાં આવ્યા છે.

અધિક માસને લઈ ભરૂચમાં મેઘરાજા બે દશક બાદ બે મહિનાની મહેમાનગતિ મણનાર છે. છપ્પનિયા દુકાળ પેહલાથી ઉજવાતા મેઘઉત્સવમાં સમસ્ત ભરૂચ ભોઈ સમાજ દ્વારા અષાઢી અમાસ દીવાસાના દિવસથી મેઘરાજાની માટીની કલાત્મક મનમોહક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જે બાદ સમાજના જ યુવા કલાકારો દ્વારા તેના મસ્તિષ્ક ઉપર ફેણીદાર નાગનો બીજો લુક બનાવી જાહેર કરાયો હતો.

મેઘરાજને સફેદ રંગે રંગી ત્રીજું સ્વરૂપ આપ્યા બાદ હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. મેઘરાજાના ફાઇનલ લુકમાં તેમને રંગ કરવામાં આવી રહ્યો હતો જે આજે પૂર્ણ થયો હતો. બાદમાં તેમને ભવ્ય શણગાર અને પોશાક સાથે દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Tags:    

Similar News