ભરૂચ : બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસે મંત્રી પૂર્ણેશ મોદીના પૂતળાને ગદર્ભ પર બેસાડી શહેરમાં ફેરવ્યું...

ગુજરાત સરકાર દ્વારા બિસ્માર થયેલા રોડ-રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ સાથે નવીનીકરણ કરવામાં આવતું હોય છે.

Update: 2022-08-02 11:05 GMT

ભરૂચમાં વરસેલા પ્રથમ વરસાદના કારણે શહેરભરના રોડ-રસ્તા તથા જિલ્લામાંથી પસાર થતો હાઇવેનો માર્ગ અતિ બિસ્માર બનતા અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગદર્ભ ઉપર બેસાડીને અનોખી રીતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા બિસ્માર થયેલા રોડ-રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે સમારકામ સાથે નવીનીકરણ કરવામાં આવતું હોય છે. ભરૂચ જિલ્લામાં પણ દર ચોમાસે અનેક રસ્તાઓ પર મસમોટા ખાડા અને રસ્તા તૂટી જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ શહેર થતાં જિલ્લાભરના અનેક રસ્તા અતિ બિસ્માર હાલતમાં આવી ગયા છે. જોકે, વરસાદ બંધ થયા બાદ પણ ભરૂચમાં R&B વિભાગ દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ કાર્યપાલક ઇજનેરના પૂતળાને ગદર્ભ ઉપર બેસાડીને શહેરમાં ફેરવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોંગી કાર્યકરો R&Bની કચેરીને તાળાંબંધી કરી વિરોધ દર્શાવે તે પહેલા જ પોલીસ દ્વારા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત શોકી, શેરખાન પઠાણ સહિતના કાર્યકરોની પોલીસે ટિંગાટોળી સાથે અટકાયત કરાય હતી.

Tags:    

Similar News