ભરૂચ: શહેરમાં પાણીની કટોકટી વચ્ચે વિપક્ષના સભ્યોએ કર્યું સ્થળ નિરિક્ષણ, નહેરના સમારકામની કરી માંગ

માતરીયા તળાવમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાંચ કેનાલ હેઠળ આવતો પાણી પુરવઠો બંધ થવાથી ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે

Update: 2023-01-10 12:30 GMT

ભરૂચ શહેરમાં પાણી પુરવઠાની સમસ્યા વચ્ચે ડભાલી પાસે નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે પુરવાની માંગ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યો દ્વારા કરવામાં આવી છે ગત તારીખ-૧લી જાન્યુઆરીના રોજ ભરૂચ તાલુકાના ડભાલી ગામ પાસે નહેરમાં ગાબડું પડવાથી ભરૂચ શહેરના માતરીયા તળાવમાં સરદાર સરોવર નિગમ અમલેશ્વર બ્રાંચ કેનાલ હેઠળ આવતો પાણી પુરવઠો બંધ થવાથી ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરીજનોને આપવામાં આવતો પાણી પુરવઠા ઉપર કાપ મુકવામાં આવ્યો છે..

ત્યારે ૫૦ હજારથી વધુ મકાનો અને ૮૦૦થી વધુ કોમર્શીયલ મિલકત ધારકોને અગવડ પડતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલાએ ગાબડું પડેલ નહેર અને માતરીયા તળાવની મુલાકાત લઇ તળાવમાં ભરૂચ શહેરમાં પાંચ દિવસ આપવામાં આવે એટલો પાણી પુરવઠો હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે નહેરનું સમારકામ હાથ ધરવામાં સાથે ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે. આ તરફ ભરૂચ નગર સેવા સદનના સત્તાધીશોનું કહેવું છે કે હાલમાં માતરિયા તળાવમાં પાણીનો પૂરતો જથ્થો છે જો કે સાથે જ તેઓએ લોકોને પાણી કરકસર પૂર્વક વાપરવા અપીલ પણ કરી હતી

Tags:    

Similar News