ભરૂચ: ઝઘડીયાના ઈન્દોર ગામ નજીકથી પોલીસે ૯૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારીઓની કરી ધરપકડ

ઇન્દોર ગામની નર્મદા નદીના કિનારાના ભાટામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે

Update: 2021-12-29 09:45 GMT

ઝઘડિયાના ઉમલ્લ પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઇન્દોર ગામની નર્મદા નદીના કિનારાના ભાટામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 6 જુગારિયાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા પોલીસે તેઓ પાસેથી રૂ.91 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ( ૧ ) જીવાશા મલંગશા દિવાન રહે , ઇખર તા.આમોદ જી.ભરૂચ ( ૨ ) બળદેવભાઇ બેચરભાઇ વસાવા રહે , સીમળી તા.કરજણ જી.વડોદરા ( ૩ ) પંકજભાઇ ભાયલાલભાઇ પટેલ રહે , કપુરાઇ ચોકડી વડોદરા મુળ રહે , લીંગસ્થળી તા.ડભોઇ જી.વડોદરા ( ૪ ) ઇલ્યાસભાઇ કાસમભાઇ ઘાંચી રહે , ચોરંદા તા.કરજણ જી.વડોદરા ( ૫ ) ઇલ્યાસભાઇ ફકરૂભાઇ મલેક રહે , ચોરંદા તા.કરજણ જી.વડોદરા ( ૬ ) ફારૂખભાઇ મુસાભાઇ માસ્તાર રહે , ઇખર તા.અમોદ જી.ભરૂચ નાઓને ને સ્થળ પરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News