ભરૂચ : અસામાજીક તત્વો પર લગામ કસવા પોલીસ સજજ, she ટીમ કરાય કાર્યરત

અસામાજીક તત્વો છાત્રાઓ, યુવતીઓ તથા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે.

Update: 2022-03-08 12:45 GMT

ભરૂચ પોલીસે વિશ્વ મહિલા દિવસે નારીશકિતની સુરક્ષામાં વધારો થાય તેવી ભેટ આપી છે. શહેરમાં she ટીમ કાર્યરત કરી દેવાય છે.ભરૂચમાં બગીચાઓ, શાળા- કોલેજો તથા અન્ય સ્થળોએ અસામાજીક તત્વો અડીંગો જમાવતાં હોય છે. અસામાજીક તત્વો છાત્રાઓ, યુવતીઓ તથા મહિલાઓની છેડતી કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. મહિલાઓની સુરક્ષા અને તેમને સમયસર મદદ મળી રહે તે માટે 181 અભયમ સેવા તો કાર્યરત જ છે પણ હવે ભરૂચમાં પોલીસની ખાસ શી ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે.

જે.પી કોલેજ ખાતે ભરૂચ પોલીસ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો.. જેમાં શી ટીમની કામગીરી અંગે છાત્રાઓને જાણકારી આપવામાં આવી.. આ પ્રસંગે એ ડિવિઝન પીઆઇ ભરવાડ, સી ડિવિઝન પી.આઈ. ઉનડકટ, દાંડિયાબજાર પોલીસ ચોકીના પી.એસ.આઈ. યાદવ તેમજ કોલેજ ના પ્રધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી. શી ટીમની વાત કરવામાં આવે તો યુવતીઓની છેડતી કરનારાઓ પર બાજ નજર રાખવામાં આવશે. છેડતી કરનારાઓ સામે પોલીસ ત્વરિત અસરથી પગલાં ભરી તેમને સબક શીખવાડશે...

Tags:    

Similar News