અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Update: 2022-08-02 10:51 GMT

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે સરકાર દ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજિત રૂ. 15 હજાર સુધીનું ચુકવણું થાય છે. પરંતુ એજન્સીઓ મારફતે આઉટસોર્સ કર્મચારીઓને માત્ર 8થી 9 હજાર રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે. જે નક્કી થયેલ લઘુત્તમ વેતન કરતાં ઘણું ઓછું છે. એટલું જ નહીં, તમામ આઉટસોર્સિંગ કર્મચારી તેમના સમકક્ષ કાયમી કર્મચારીથી પણ અમુક કિસ્સામાં વધુ કામ કરે છે. તેમજ રાજ્ય સરકારના અન્ય કામ જેવા કે, ચૂંટણીની કામગીરી, મહેસુલી કામગીરી, સેવાસેતુ કાર્યક્રમો, કોરોનામાં કામગીરી, પુર રાહત સહિત અન્ય કામગીરી પણ નિઃસંકોચ કરતાં હોય છે, ત્યારે અંકલેશ્વર તાલુકાના તલાટીઓ દ્વારા આજથી તાલુકા પંચાયતની તમામ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવી છે. એટલું જ નહીં, તલાટી કમ મંત્રીઓએ પંચાયત કચેરીઓની ચાવી અને સિક્કાઓ પણ જમા કરાવી દીધા છે.

માત્ર હર ઘર તિરંગા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જ તલાટીઓ દ્વારા કાર્યરત રાખવામાં આવશે, ત્યારે અંકલેશ્વર તાલુકાના તલાટીઓ હડતાળ પર ઉતરતા તાલુકા પંચાયતની કામગીરી ઠપ થઈ જવા પામી હતી.

Tags:    

Similar News