ભરૂચ : રોટરી ક્લબ દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રેઇનકોટનું કરાયું વિતરણ

રોટરી ક્લબ ઓફ ભરૂચનું સેવાકાર્ય, સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રેઇનકોટનું કરાયું વિતરણ.

Update: 2021-07-28 09:36 GMT

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રેઇનકોટ તેમજ પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રેઇનકોટ તેમજ પોષણક્ષમ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો.વિક્રમ પ્રેમ કુમાર,સેક્રેટરી રચના પોદ્દાર તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News