ભરૂચ : શ્રવણ ચોકડીએ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પુતળા દહન દરમિયાન પોલીસને દોડાવી

Update: 2021-10-15 12:12 GMT

ભરૂચ કોંગ્રેસે શ્રવણ ચોકડી પાસે મોંઘવારીના રાવણનું દહન કર્યું હતું પણ પુતળા દહન વેળા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.વિરોધ પ્રદર્શન કરનાર કોંગી આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી.

ભાજપ સરકારના શાસનમાં સતત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવવું દુષ્કર થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લીટર સો રૂપિયાને પાર થઈ ગયા છે. તેના કારણે ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય તમામ ચીજવસ્તુઓ પર મોંઘવારીનો બોજ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આર્થિક રીતે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. છતાં પણ સરકાર તેને નિયંત્રણમાં લાવી શકી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકારની આર્થિક નિષ્ફળતાને પ્રતિકાત્મક રીતે મોંઘવારીનું પૂતળા દહન કરવાનો કાર્યક્રમ આપી વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાએ જણાવ્યું કે, મોંઘવારી આજે રાક્ષસની જેમ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. ત્યારે અમે મોંઘવારીના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ તેજપાલ શોખી, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાળા,સલીમ અમદાવાદી, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tags:    

Similar News