ભરૂચ : BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન મેળવતા ટંકારીયાની વિદ્યાર્થિનીને સુવર્ણ ચંદ્રક એનાયત

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની ફરહીન પટેલે વલ્લભ વિદ્યાનગર સ્થિત V.P. & R.P.T.P. કોલેજમાં BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે

Update: 2022-01-21 10:22 GMT

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની ફરહીન પટેલે વલ્લભ વિદ્યાનગર સ્થિત V.P. & R.P.T.P. કોલેજમાં BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે ફરહીન પટેલને 2 સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવતા પરિવાર, સમાજ તેમજ ગામનું નામ રોશન કર્યું છે.

ભરૂચના ટંકારીયા ગામની એક મધ્યમ વર્ગના પરિવારની દીકરીએ વલ્લભ વિદ્યાનગર કોલેજમાં BSC કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાના પરિવાર, સમાજ તેમજ ગામનું રોશન કર્યું છે. ફરહીન પટેલ એક મધ્યમ વર્ગના પરિવારની દીકરી છે. તેઓના પિતા એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ફરહીન પટેલે ધોરણ 1થી 10 સુધી પોતાના ગામની શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ફરહીન પટેલે 11 અને 12 ધોરણનો અભ્યાસક્રમ દયાદરા ગામની શાળામાં પૂર્ણ કર્યો હતો. અભ્યાસક્રમ પૂર્ણ કરી ફરહીન પટેલ વલ્લભ વિદ્યાનગર સ્થિત V.P. & R.P.T.P. કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં ફરહીન પટેલે અથાગ પરિશ્રમ કરીને BSC કેમેસ્ટ્રીમાં સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નામના મેળવી હતી. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ફરહીન પટેલને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ ઇન્ડીયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનના અધ્યક્ષ ડૉ. વિનય શશ્રબુદ્ધના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત કરી ફરહીન પટેલનું બહુમાન કરાયું હતું.

Tags:    

Similar News