ભરૂચ: ઝઘડિયાના શિક્ષક કવાટર્સ ખાતે શિક્ષકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર

શિક્ષક કવાટર્સના રૂમ નંબર ૧માં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચ્યો હતો.

Update: 2021-10-22 07:27 GMT

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત્રણ રસ્તા આવેલ કુમાર શાળાની બાજુના શિક્ષક કવાટર્સમાં ગત રાત્રીના સમયે મૂળ નવસારી ચીખલી તાલુકાના સિયાદા, પ્રધાન પાડા ગામના વતની અને હાલ ડેડિયાપાડાના નવાગામ પાનુડા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા ૪૦ વર્ષીય ધર્મેશ રંગુભાઈ ગાવીત નાઓએ ગત રાત્રીના સમયે શિક્ષક કવાટર્સના રૂમ નંબર ૧માં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચ્યો હતો.

ઇદે મિલાદની રજાના કારણે મૃતક શિક્ષક ધર્મેશભાઈ ગાવીતની પત્ની કામીનાબેન ગાવીત પોતાના સાસરિયામાં ગયા હતા. તે દરમિયાન ધર્મેશભાઈ પોતાના રૂમમાં એકલા હોય તેઓએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મહત્વનું છે કે, ધર્મેશભાઈ ગાવીતના પત્ની કામિનાબેન પણ ડમલાઇ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, શિક્ષક દંપતીની નોકરી આસપાસ જ હોય તેઓ ઝઘડિયા શિક્ષક કવાટર્સના રૂમમાં બે બાળકો સાથે રહેતા હતા.

ધર્મેશભાઈ ગાવીતને નશો કરવાની આદત હતી, તેઓએ પોતાના રૂમમાં ગત રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ખુરશી મૂકી દુપટ્ટો ગળાના ભાગે બાંધી પંખા જોડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં ઝઘડિયા પોલીસે મૃત ધર્મેશ ગાવીતની લાશનો કબ્જો લઇ તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગે મૃતકની પત્નીની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Tags:    

Similar News