ભરૂચ : મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સમસ્ત મુસ્લિમ સમાજનો વિરોધ...

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.

Update: 2024-03-02 10:49 GMT

કેન્દ્ર સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશન નામની સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી નિર્ણય રદ્દ કરવાની માંગ કરી હતી.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી લધુમતી અને મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લધુમતી સમુદાય લોકો સાથે મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણીક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લીમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવ્યુ છે. આ કાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે. જેથી આ ફાઉન્ડેશનને બંધ કરવાનો નિર્ણય એ આજના આધુનિક યુગમાં મુસ્લીમ સમુદાયના યુવાનો-યુવતીઓ પોતાના શૈક્ષણીક લક્ષ્યને પામવામાં પાછળ રહી જાય તેવી ભીતી છે. આ ફાઉન્ડેશનથી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિષ્યવૃત્તી પણ મેળવી રહ્યા છે, ત્યારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જે નિર્ણયથી સમસ્ત મુસ્લીમ સમાજ આધાતની લાગણી અનુભવી રહ્યો છે. જેથી મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.

Tags:    

Similar News