ભરૂચ : જિલ્લાના બે સાયકલીસ્ટોએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો

સાયકલીસ્ટોએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો છે. બંને સાયલીસ્ટો 650 મિનિટમાં 200 કીમીનું અંતર કાપ્યું હતું.

Update: 2021-11-29 08:52 GMT

ભરૂચ જિલ્લાના બે સાયકલીસ્ટોએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો છે. બંને સાયલીસ્ટો 650 મિનિટમાં 200 કીમીનું અંતર કાપ્યું હતું. સાંપ્રત સમયમાં મહત્તમ લોકો સાયકલીંગ કરે તો ઇંધણની બચત થવાની સાથે પર્યાવરણનું જતન થઇ શકે છે. લોકોમાં સાયકલીંગ અંગે જાગૃતિ લાવવા માટે કેટલાક જાગૃત નાગરિકો પ્રયાસ કરી રહયાં છે અને જેના ફળસ્વરૂપ સાયકલ કલબો કાર્યરત થઇ છે.

Delete Edit

Full View

તાજેતરમાં સુરત ખાતે ઓડક્ષ રેન્ડોનર્સ ( ફ્રાંસ ) તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરની સાયકલીંગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભરૂચના શ્વેતા વ્યાસ અને અંકલેશ્વરના નિલેશ ચૌહાણે ભાગ લીધો હતો. સાયકલીસ્ટ નિલેશ ચૌહાણે જણાવ્યું હતું કે, બીએમઆર સાયકલીંગ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય નિતિ- નિયમો હોય છે અને તેનું દરેક સ્પર્ધકે પાલન કરવાનું હોય છે. વધુમાં ભાગ લેનારા સાયક્લિસ્ટે કોઈ પણ પ્રકારની સહાય વગર સાયક્લિંગ કરવાનું હોય છે સાયકલ માં કોઇ પણ પ્રકારની ખામી સર્જાતા સાયક્લિસ્ટે જાતે જ દુર કરવી પડે છે. 13 કલાકના નિર્ધારીત સમયમાં 200 કીમીનું અંતર પુર્ણ કરવાનું હોય છે. ભરૂચ જિલ્લાના બંને સાયકલીસ્ટોએ 200 કીમીનું અંતર 10 કલાક અને 50 મિનિટમાં પુર્ણ કર્યું હતું. બંને સાયકલીસ્ટોને સાયકલ કલબના હોદ્દેદારો અને સભ્યોએ અભિનંદન આપ્યાં છે.

Tags:    

Similar News