ભરૂચ : નવા તવરા સીમમાં અજાણ્યા ઈસમોએ 260 આંબાના વૃક્ષોનું કર્યું નિકંદન, પોલીસ ફરિયાદ નોંધાવવા ખેડૂતની તજવીજ

નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી

Update: 2022-11-13 12:33 GMT

ભરૂચ તાલુકાના નવા તવરા ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ ખેડૂતે રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કરતા પોલીસ ફરિયાદ નોંધાવવાની ખેડૂતે તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના નવા તવરા ગામમાં રહેતા ખેડૂત દેવજી પટેલ ગામની સીમમાં જ આવેલ એક ખેતર ગણોતે કરે છે. જેઓએ ખેતરમાં આંબાના વૃક્ષોની રોપણી કરી હતી. જોકે, ગતરોજ રાત્રિના અંધારાનો લાભ લઈ તેઓના ખેતરમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કર્યો હતો, જ્યાં ખેતરમાં રોપેલા 260 જેટલા આંબાના વૃક્ષોનું નિકંદન કર્યું હતું. અજાણ્યા ઈસમો ખેડૂતને આર્થિક નુકશાન પહોચાડી ફરાર થઇ ગયા હતા, ત્યારે સમગ્ર બનાવ અંગે ખેડૂતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

Tags:    

Similar News