ભરૂચ : જંબુસરના ઉબેર ગામના માર્ગ પર ફરી વળ્યું VECL કંપનીનું પ્રદુષિત પાણી, ગ્રામજનોમાં આક્રોશ…

રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Update: 2023-02-26 13:12 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના સીમાડા નજીક વીઈસીએલ કંપનીનું પ્રદુષિત પાણી કેનાલમાં મુક્ત કરાતું હોવાનો લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. ઉબેર અને નોંધણા ગામ વચ્ચે આવેલ 4 નંબરના પ્રેસર પોઇન્ટ ઉપર આ દુષિત પાણી ઓવર ફ્લો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Full View

એટલું જ નહીં, આ પ્રદુષિત પાણી ફુવારા સાથે ઉડતા રસ્તા પર વહેતુ જોવા મળ્યું હતું. જોકે, આ મામલે વીઈસીએલ કંપનીના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓની આંખ ખુલતી નથી, ત્યારે ખેતરોમાં ઊભા પાકને નુકસાન સામે ખેડૂતોએ વળતરની માંગ કરી છે. અગાઉ પણ આ કેનાલના વિરોધમાં સારોદ ગામના લોકોએ તંત્રને આવેદન પત્ર પણ આપ્યું હતું, ત્યારે હવે રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News