ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યો હતો.

Update: 2022-06-16 09:54 GMT

ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો કરવામાં આવ્યો હતો.

પૂર્વ ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના અને નવીન જીંદલાલના નિવેદન બાદ દેશભરમાં શાંતિ ખોરવાઈ હતી. રાજ્યભરમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, ત્યારે આજે ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કલેકટર કચેરી બહાર ધરણાં પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, ગત શુક્રવારે નમાઝ બાદ દેશમાં ઠેર ઠેર રેલી કાઢવામાં આવી હતી. લઘુમતી સમાજે યોજેલા વિરોધ પ્રદર્શનમાં કેટલાક જેહાદી કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો અને તોફાનો પણ કરાયા હતા. જેનો આજે બેનરો અને સુત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉપરાંત રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર પણ કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર, દેશમાં વધતી જેહાદી કટ્ટરતા અને હિંસા ઉપર કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આ ધરણાં પ્રદર્શન અને તંત્રને આવેદન પત્ર આપવા માટે VHP અને બજરંગ દળના અજય મિશ્રા, દક્ષિણ ગુજરાત VHPના મંત્રી અજય વ્યાસ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News